હાસ્યની રમઝટ બોલાવતી ૧૦ સર્વશ્રેષ્ઠ હિન્દી કોમેડી ફિલ્મો

  • 7.3k
  • 1.9k

મૂવીગૉસિપ - નરેન્દ્રસિંહ રાણા આમ તો આ આનંદ અને ઉલ્લાસના પર્વ ઉપર મેં હોલિવૂડની ૧૦ સર્વશ્રેષ્ઠ કૉમેડી ફિલ્મો વિશે લખવાનું વિચારેલું, પણ પછી અચાનક મેં સર્વશ્રેષ્ઠ હિન્દી કૉમેડી ફિલ્મોનું ઈન્ટરનેટ પરની વિવિધ સાઈટ્સનું લિસ્ટ વાંચ્યું. મારો વિચાર આપોઆપ બદલાઈ ગયો. હિન્દી કૉમેડી ફિલ્મો સાચે જ અંગ્રેજી કૉમેડી ફિલ્મો કરતાં વધુ સારી છે એવો મારો અભિપ્રાય બંધાયો. ફરી એકવાર મેં હિન્દી કૉમેડી ફિલ્મોના લિસ્ટ માટે IMDb/Internet Movie Database ના લિસ્ટ પર નજર દોડાવી. મારા લિસ્ટમાં અને એ લિસ્ટમાં સમાનતા દેખાઈ એટલે મેં એ લિસ્ટની ફિલ્મો પર લખવાનું નક્કી કર્યું. જો કે આ લિસ્ટમાં મેં મારી રીતે બે ફેરફાર કર્યા છે