કસૂવાવડ

(30)
  • 3.7k
  • 1
  • 1.2k

શાંતાબા આમ તો મેઘજીદાદા ને પાટણ પરણીને આવ્યાં ને ત્યારથી પાંચ માં પૂછાતા.સુંદર , સુશીલ , વ્યવહારુ ને જૈન કુળનાં સંસ્કાર ગળથૂથીમાં ઉતરેલાં. મેઘજી દાદા નો પણ પંચ માં ભારે રુઆબ વર્તાતો. સમય જતાં શાંતા બા એ ૪ દિકરી ને ૧ દિકરાને જન્મ આપ્યો.ઘરમાં દિકરીઓ નાં ખૂબ માનપાન.મેઘજીદાદા કોઈ ને સ્હેજે ઓછું નાના આવવા દેતાં. એમને મન તો ૪ દિકરીઓ એટલે જિંદગી નાં ચાર મજબૂત સહારા હતાં. છેલ્લે દિકરો જન્મ્યો એટલે જાણે એમને ઘરમાં બધીય ખોટ પૂરી થઈ ગઈ એમ સૌનાં હરખનો પાર ન્હોતો. મેઘજી દાદા એ દિકરા નું નામ રતન રાખ્યું