પ્રેતયોનીની પ્રીત-પ્રકરણ-44 મનસા એનાં વૈદેહીનાં જન્મ એ સમયનાં કાળ એ ભવમાં વિધુ સાથે માણેલી પ્રણયપળો અત્યારે યાદ કરી કરી નિસંકોચ થઇ બાબા અઘોરનાથની હાજરી ભૂલીને બધુ જ કહી રહી હતી. વૈદેહીએ કહ્યુ "વિધુ મને તારો પ્રણયકાળ તારો આવો અદભૂત પ્રેમ તારી સાથે માણેલી આવી ભવ્ય પ્રેમભીની પળો કેમ ભૂલાય ? માનવજન્મમાં કદાચ ખૂબ ઓછા લોકોએ આવી પ્રણયક્રીડા માણી હશે. સાચાં દીલતી અનુભવી હશે. મારાં વિધુ તુંજ મારાં માટે સાક્ષાત કામદેવ હતો તારાંથી મેં અગાધ પ્રેમ ભોગવ્યો છે માણ્યો છે તને સમર્પિત થઇને તારું સમપર્ણ પ્રેમમાં અનેક ઘણું ઊંચેરુ હતું કારણ કે પ્રકૃતિ એટલે કે નારી પ્રેમ અને સંભોગ માટેનું જાણે