ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 5

  • 5.7k
  • 1
  • 2.2k

તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, બધું જ બરોબર ચાલી રહ્યું હતું. ધારા, કિશન અને અક્ષર પાક્કા મિત્રો હતા. કિશન અને અક્ષર ભણવામાં પહેલેથી જ નબળાં હતા, જ્યારે ધારા પહેલેથી જ ખુબ મહેનતુ હતી. ધારા તો હંમેશા ટોપ 5 માં જ હોય. પરીક્ષાને એક માસની વાર હોય ત્યારથી જ ધારા બંનેની ટીચર બની તેમને પરીક્ષા માટે તૈયારી કરાવતી. નયનની ટોળીમાં કાજલ, પ્રિયા અને અમિત ગ્રુપ સ્ટડીને પ્રાધાન્ય આપતાં, જ્યારે નયન અને મનાલી હંમેશા સ્કૂલ બંક કરી રખડવાનું પસંદ કરતા, નયન પોતાની ટુકડીનો લીડર હતો, સ્વભાવનો થોડો અકડુ અને તીખો, નયન અને મનાલી પણ સારા મિત્રો