ક્લિનચીટ - 8

(26)
  • 3.4k
  • 3
  • 1.6k

પ્રકરણ – આઠમુ/૮અવિનાશ જોશીની એઈજ હશે આશરે પચાસની આસપાસ. પણ દેખાવે લાગતાં હતાં ચાલીસના. ૬ ફૂટ હાઈટ. સ્પોર્ટ્સમેન જેવું કદવાર બોડી. જબરદસ્ત પર્સનાલીટી. સ્માઈલ સાથે શેખરને આવકારતા કહ્યું, 'પ્લીઝ સીટ ડાઉન.' શેખર એ ફેમીલી ફીઝીશીયનનો રેફરન્સ, પોતાનું નામ પરિચય અને આલોક સાથેના રીલેશન વિષે જણાવ્યું.ડોકટર અવિનાશ એ પૂછ્યું, 'શર્મા ટ્રાન્સપોર્ટ વાળા વીરેન્દ્ર તમારાં શું સંબંધી થાય ? એમનો કોલ આવ્યો હતો.’ ‘જી સર, એ મારા અંકલ છે.’‘ઓહ. તો આપ શ્રી સ્વર્ગીય દેવેન્દ્રજીના સુપુત્ર છો એમ ?’‘હા, સર’એટલે ડોકટર અવિનાશે હાથ મીલાવતાં કહ્યું, ‘અરે.. એ તો મારા મોટા ભાઈ સમાન હતા.અને તમારાં અંકલ વીરેન્દ્ર સાથે તો અમારી ખુબ સારી ઓળખાણ. બોલો શું તકલીફ છે