સમર્પણ. - 1 (સંબંધોમાં સુગંધાનું સમર્પણ)

  • 2.1k
  • 828

વડોદરા તો રાજાશાહીના સમયથી જ ખૂબ જાણીતું છે અને શાંતિદાયક શહેર તરીકેની એની ઓળખ પણ વિખ્યાત છે! વિદ્યા મેળવવા માટેનું મોટું કેન્દ્ર, વર્ષોથી જાણીતી વિદ્યાનગરી ! વાતાવરણ પણ ખૂબ સરસ. શાંત, આરામદાયક, મનભાવન. એમ. એસ. યુનિવર્સિટીએ માત્ર ગુજરાત જ નહીં, વિદેશના વિદ્યાર્થીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે! ગુજરાત અને વડોદરાના વિદ્યાર્થીઓ તો પોતાના વતનના આવા શહેરને છોડીને બીજે અભ્યાસ માટે જાય એવું બહુ જ ઓછું બને. ભાવનગરનો વતની સંદીપ પણ વડોદરામાં અભ્યાસ માટે આવ્યો હતો. અંગ્રેજી માધ્યમમાં કોમર્સ કરી વડોદરામાં જ એણે નોકરીની શરૂવાત કરી. લગ્ન થયા પછી એણે વડોદરાને જ વધારે પસંદ કર્યું. સંદીપનાં