જય અને પાર્થ એમના નવા ઘરમાં હમણાં જ રહેવા આવ્યા હતા. માત્ર ઘર જ નહીં પણ આ શહેર પણ એમના માટે નવું જ હતું. તેથી જ એમના કોઈ સારા મિત્રો બન્યા નહોતા. નવી જગ્યાએ હંમેશા બાળકોને બહુ તકલીફ પડતી હોય છે. જુના મિત્રોને છોડીને નવા મિત્રો બનાવવા, એ ખરેખર એક અઘરું કામ છે. એ નવી જગ્યાને અને ત્યાંના લોકોને પોતાની બનાવવા માટે બાળકો કંઈ પણ કરતા હોય છે. જય અને પાર્થ પણ એ જ કરી રહ્યા હતા. પરંતુ એમને બહુ જલ્દી ખબર પડવાની હતી કે આવું કરવું હંમેશા સારું નથી હોતું..! જય અને પાર્થના પિતા મયંકભાઈ એક પોલીસ ઓફિસર હતાં.