લાવણ્યા

(10.6k)
  • 4k
  • 1.1k

“વાવ લાવણ્યા ! નાઈસ ચણીયા-ચોલી. યુ આર લુકીંગ સો પ્રીટી !” દુલ્હનની સખીઓ જાનની રાહ જોઈને ટેરેસ પર ઊભી હતી, અને લાવણ્યા હમણાં જ તૈયાર થઈને સખીઓમાં જોડાવા ટેરેસ પર આવી, ત્યાંજ એક સખીએ ટકોર કરીને લાવણ્યાને આ શબ્દો કહ્યાં. જવાબમાં લાવણ્યાએ મોટી સ્માઈલ સાથે એક અદાથી થેંન્ક્સ કહ્યું. “અચ્છા ! તો તું લાવણ્યા છે ! પ્રવિણની પત્ની. ખૂબ જ સુંદર નામ છે !” ટેરેસના એક ખૂણામાં ગોઠવેલ ચેર પર બેઠેલા આશરે પચાસેક વર્ષના એક આંટી બોલ્યા. “અરે આંટી તમે અહીં ! નમસ્તે !” લાવણ્યાએ નમસ્કાર કરી નજીક આવતા કહ્યું, “તમે ખુશાલભાઈના મામી છો, રાઈટ? ખુશાલભાઈ અને પ્રવિણ ખૂબ સારા