બાર ડાન્સર - 5

(41)
  • 5.4k
  • 1
  • 2.8k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 5 “અજીબ દાસ્તાં હૈ યે કહાં શુરુ કહાં ખતમ યે મંજિલે હૈ કૌન સી ન વો સમજ સકે ન હમ...” પાર્વતીના પગ થંભી ગયા હતા. જૂની ફિલ્મના પેલા ગાયનના સૂર રિ-મિક્સ રિધમમાં સંભળાઈ રહ્યા હતા. જ્યાંથી સંગીત રેલાઈ રહ્યું હતું એ એક નાનકડો લાકડાનો દરવાજો હતો. ઉપર બોર્ડ હતું : ‘લૉર્ડશિવા ડાન્સિંગ ગેરેજ’ પાર્વતીએ ધીમેથી એ લાકડાનો દરવાજો ખોલ્યો. નીચેની તરફ જતાં ત્રણચાર પગથિયાં હતાં એ પછી ખરેખર કોઈ વિશાળ ગેરેજ જેવી મોટી જગા હતી. ઊંચી દિવાલોની ઉપરની બાજુએ પહોળી પહોળી દૂધિયા રંગની કાચની બારીઓ હતી. પાર્વતીએ પગથિયાં પર પગ મૂક્યો. એ જ ક્ષણે