આટલાં દિવસની જુદાઈ થી પ્રેમનો વરસાદ એકસાથે આજે ધોધમાર વરસવાની તૈયારી હતી એની જાણ થઈ હોય એમ આકાશમાં વાદળોના ગડગડાટ સાથે વિજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.... એ વરસાદમાં રવિ અને પૂજા ભીંજાઈ ગયાં.... સોનેરી દિવસો સાથે પ્રિયતમનો સાથ આનંદ મંગલ માં દિવસો વિતતા ગયા.....એક વર્ષ ક્યાં પસાર થઈ ગયું..... ખબર પણ ના પડી.... આ દિવસોમાં ક્યારેય પૂજાને એનાં મમ્મી-પપ્પા તરફથી કોઈ શોધવા માટે આવ્યું જ નહોતું.... એ વાતને ધ્યાનમાં રાખીને એનાં સાસુ અને નણંદ પૂજાને કોઈ વાતે ઓછું આવવા દેતા નહીં.... એટલે પૂજા પણ સારી રીતે ઘરમાં મિક્સ થઈ