(ગતાંકથી શરૂ) મા દિકરી ના સંબંધો તો અમર હોય છે એ બધા સંબંધોથી પર હોય છે પછી બહુ ન વિચારતા મનને શાંત કરવા તેણે સમીરના ફોનમા ફોન કરી જ લીધો... હલો હુ લહેર બોલુ છુ... લહેરે કહયુ... હા બોલો... સમીર બોલ્યો... મારે મા સાથે વાત કરવી છે તેને ફોન આપ ને... લહેરે કહયુ... સમીરે કહયુ ઠીક છે આપુ છુ... અને પછી તેને ફોન આપવા તે રસોડામા ગયો... મા લે લહેરનો ફોન છે તે તારી સાથે વાત કરવા માંગે છે... સમીરે કહયુ... શુ કહે છે તુ લહેરનો ફોન છે... મારી દીકરી લહેરનો ફોન... શુ આજે આટલા દિવસે આખરે યાદ આવી ગઈ એને