ચણોઠીનાં વન એટલે જીવન - 9

  • 2.7k
  • 1.1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 9 વિજય શાહ સંવેદન ૨૩ અમેરિકન શૉક– અમે ડેટીંગ કરીયે છે. હીનાને લીધા વીના જવલંત તેને ગામ કોઇ પણ જાતની ખબર આપ્યા વિના પહોંચી ગયો. દીપ અકળાઈને બોલ્યો “પપ્પા આમ મારે ત્યાં ન અવાય. પહેલા જાણ કરવી જોઇએ અને મારી મંજુરી હોય તો જ અવાય.” પહેલો અમેરિકન શૉક જ્વલંતને મળ્યો. દિકરો કહેતો હતો કે મને મળવા આવતા પહેલા મને જાણ કરવી જરુરી છે. જ્વલંતે કહ્યું “ તારી ચિંતા થતી હતી અને આજે રજા હતી એટલે નીકળી આવ્યો.” ત્યાં પેલુ ગલુડીયુ આવ્યું અને જ્વલંતનાં પગ ચાટવા લાગ્યુ એટલે દીપ પ્રસન્ન થઈને બોલ્યો “તમે ગમે તે વિચારતા