(પ્રકરણ બે)ચાર્લી બચવા માટે કઇ કરે એ પહેલા તો એ યુવતીએ તેને હવેલીના ટેરેસ પરથી નીચે ફંગોળી દિધો. અને તેની બીજીજ મિનિટે હવામા હાથ પગ ઉલાડતો ચાર્લી હવેલીના કંપાઉન્ડમા પથ્થરની બનેલી ફર્શ પર પટકાયો. ફટાક…જાણે કોઇ નાળિયેરની કાચળી ફુટે તેમ ચાર્લીનુ માથુ ફુટ્યુ..તો તેના બંન્ને પગ ટુટી જવાના કારણે એક બીજાની વિપરીત દિશામા કઇક કઢંગી રીતે ફેલાઈ ગયા. મિચાઉ મિચાઉ થઈ રહેલી આંખો વડે તેણે ઉપર ટેરેસ તરફ નજર કરી તો પેલી યુવતી તેને તરફડતો જોઇ વિચિત્ર રીતે હંસી અને પછી અંધારામા ગાયબ થઈ ગઈ. નહી.! નહી..! બચાવ...! મને કોઈ