વાતો અને તેનાં બહાનાં શોધતાં રેવા અને કૌશલની એક નાનકડી શરૂઆત થવાં લાગી. રેવાના જ લગ્નમંડપમાં કૌશલ અને રેવા એકલા બચ્યા હતાં. એકબીજાની આંખોમાં આંખો પરોવી ના જાણે મૌનની ભાષામાં અઢળક વાતો થવાં લાગી હોય તેમ ભાસવા લાગ્યું . કૌશલનાં પગલાં થોડી દુર ઉભેલી રેવા તરફ વધવા લાગ્યાં. અને કૌશલના દરેક વધતાં પગલાં રેવાનું મન ઉત્સાહી બનાવી રહ્યું. કૌશલ રેવાની એકદમ પાસે આવી તેને નિહાળવા લાગ્યો એટલે રેવાએ પુછ્યું " આમ શું જોવે છે?.. " કૌશલે થોડું સ્મિત સાથે કહ્યું " હું મારાં દરવાજે આવેલી ખુશી જોઉં છું. જે રેવાનાં નામથી આવી