સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૭

(30)
  • 5.5k
  • 3.2k

ભાગ :- ૭ આપણે છઠ્ઠા ભાગમાં જોયું કે સૃષ્ટિ ગળી બ્લૂ કલરની સાડીમાં એક્દમ અલગ જ લાગી રહી હતી. ઘણા સમય પછી એ આટલી તૈયાર થઈ હતી. સાર્થક પણ આ નવા રૂપને જોઈને છક થઈ ગયો હતો. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે...*****"વ્યાખ્યા ક્યાં હોય છે આમ તો સુંદરતાની અહીં.!?જેની સાદગી પણ મનને મોહે એજ સુંદર મારા મન મહીં.!!"સૃષ્ટિ ગળી બ્લ્યુ કલરની સાડીમાં એટલી મોહક લાગી રહી હતી કે ઓફિસનો આખો સ્ટાફ એને જોઈને વાહ કહી ઉઠયો હતો. આજે તો સાર્થકના મનમાં પણ કાંઈક અલગજ ભાવ ઊભા થઈ રહ્યા હતા. આમપણ ઓફિસમાં કોઈ બીજું કામ તો હતું નહીં