રમુકાકા

  • 4.7k
  • 2.3k

અનાયાસે પ્રાપ્ત થયેલાં આ એકાંતમાં હું ક્યારે શૈશવના સ્મરણોમાં સરી પડ્યો ખબર જ ન પડી! નાનું એવું ધૂળિયું ગામ, ગામની ભાગોળે જીર્ણ અવસ્થામાં એક ઝુંપડી, જ્યાં રહેતાં વૃદ્ધ યુગલ પૈકીનું એક પાત્ર એટલે રમુકાકા. સાત દાયકા વટાવી ગયેલો તે દુર્બળ, શ્યામલ દેહ જે કાયમ પોતાની ઝુંપડી બહાર પડી રહેતાં તેમનાં જ જેવાં જીર્ણ ખાટલામાં જોવાં મળે. એવું કહી શકાય કે તેઓ તે ગામનો જીવતો જાગતો સીસીટીવી કેમેરો. ગામની દરેક ચહલ-પહલની નોંધ લે, જ્યાં કોઈ નીકળે કે કાકાની વૃદ્ધ આંખો એ તરફ મંડાય અને જમણો હાથ તુરંત આંખો ઉપર છાજલી સ્વરૂપે ઢંકાય, પ્રેમી પંખીડા તો એ રસ્તેથી આગળ પાછળ પણ ચાલવાનો વિચાર સુદ્ધા