ઘણા દિવસે મારાં પ્રિય મિત્ર મયૂર ને મળવાનું થયું. રાજધાની ટી સ્ટોલ પર ચાની ચૂસકી મારતાં અમે બંને વાતે વળગ્યાં.મયૂર ને વાંચવું અતિશય ગમે, સાથે-સાથે ઘણું સારું લખી પણ જાણે ! એક જાતનો અક્ષર સાથે ઘરોબો એનો. બીજી બાજુ હું કંઈ પણ વાંચું તો ઊંઘ જ આવે. વાતવાતમાં મેં એને પૂછ્યું કે, " આ વાંચનલેખન પ્રત્યેનાં ગળાડૂબ પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ? તને નથી લાગતું, કે તારે આના વિશે પણ કશું લખવું જોઈએ? "થોડી ક્ષણનાં મૌન પછી, મયૂરે એના સાહિત્ય પ્રેમના સફરનામાની કિતાબ મારી સમક્ષ ખોલી. આ ખૂબ જ રસપ્રદ સફરનામા નું વર્ણન મયૂર નાં શબ્દોમાં વાંચો." જીવનમાં ઘણી વાર વ્યક્તિ પોતાના