હવેલીનું રહસ્ય - 13

(37)
  • 4.7k
  • 8
  • 2.1k

મહેલથી થોડે દુર લિપ્તા એક શાંત જગ્યા પર આવીને ઉભી રહી. ત્યાં એણે એના દાદી સાથે સંપર્ક કરવાનો ફરી એકવાર પ્રયત્ન કર્યો પણ પરિણામ એનું એ જ રહ્યું. કોઈ પણ રીતે એ દાદી સાથે વાત નહોતી કરી શકતી. હવે એના મને સાચખોટાં વિચારો કરવાના ચાલુ કરી દીધા હતા. આ વિચારોથી લિપ્તા આવનાર અમંગળ વિપત્તિને અનુભવી શકતી હતી. ઊંડે ઊંડે એનું મન લક્ષવ, પર્વ અને દાદી એને છોડીને ક્યાંય દૂર જતા હોય એમ કહેતું. આવા વિચારોએ એની તર્કશક્તિ હરી લીધી હતી. એણે થોડીવાર ત્યાં જ ઉભા રહીને કંઈક વિચાર્યું અને લગભગ એ દોડતા દોડતા હવેલી સુધી