(પ્રકરણ – ૫) (વહી ગયેલાં દિવસો – શહેરોનાં સમાચાર સારા નહોતાં. કોરોના સંક્રમિતની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. કારણ લોકો સરકારે જાહેર કરેલ છુટછાટનો ગેરલાભ લઇ રહ્યાં હતાં. સરકાર જીવ બચાવવા માટે પ્રયત્નશીલ હતી પણ કેટલાકને જીવની ચિન્તા નહોતી. બેદરકાર વર્તન. સંક્રમણથી બીજાની જીન્દગી જોખમાય છે તેનું ભાન નહોતું. એક ઘરમાં બીજાં શહેરથી આવેલ દિકરાએ ઘરનાં છ લોકોને સંક્રમિત કર્યા. ચારની જીન્દગી ગઈ અને ત્રણ સારવારમાં દિવસો ગણી રહ્યાં હતાં. અંતિમ વિધિ માટે કોઈ હાજર રહેવાં તૈયાર નહોતું. જિંદગીની કિંમત, માણસાઈની વ્યાખ્યા અને ધર્મની સંકુચિતતા સમજાતી નહોતી. હાંસિલ થાય એવું કંઇ નહોતું. જાણે જીન્દગી સામે જીન્દગી દાવ ઉપર ! સમજણ