આગળના ભાગમાં જોયું કે દિશા લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ પોતાના ભૂતકાળમાં રીતેષ સાથેની મીઠી મુલાકાતોમાં સરી જાય છે. રીતેષે જાહેરમાં મૂકેલાં પ્રસ્તાવની પોતે કરેલી સ્વીકૃતિને જાણે કે નજરસમક્ષ માણે છે. એ સમયે હજાર રહેલા, એ બંનેની રોજની મુલાકાતોના સાક્ષી રહેલાં દરેકે એ પ્રસ્તાવને લાગણીસભર સમારંભ બનાવી દીધો હતો. બંનેએ પોતપોતાના ઘેર પોતાના જીવનસાથીની પસંદગી વિશે જણાવતાં, અકારણ અડચણ ના બનતા બંને પરિવારોએ સહર્ષ સ્વીકૃતિ સહ નાનકડો સમારંભ ગોઠવી બંનેના લગ્ન નક્કી કર્યા હતાં. સુખની છોળોમાં એ દિવસ પણ જલ્દી જ આવી જતાં, લગ્ન પછીની પહેલી ભેંટ રૂપી રીતેષ ફરી દિશાને ગમતી ચોકલેટ રેપર ઉપર કંઈક ખાસ લખીને આપે છે. હનીમૂન