અલ્પવિરામ

  • 9.6k
  • 3k

બારીમાંથી મેઘરાજાએ પાથરેલી લીલીછમ્મ ભવ્યતાને એ મન મૂકીને માણી રહી હતી. વારંવાર એના લાંબા, ભૂરા વાળ એને આ આહલાદ્ક અને કુદરતી અનુભવમાં ખલેલ પહોંચાડતા હતા,એવું લાગતું હતું.કોઈ એક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને વીજળીની ઝડપે દોડી જતા વાહનો, રસ્તામાં છૂટક-છૂટક આવતી જાણીતી હોટેલો અને રેસ્ટોરન્ટસ,ગામ નજીક છે એવા પુરાવાઓ આપતા એ પાનના ગલ્લા, ક્યારેક એક જ પળમાં અલોપ-ઝલપ થતી ચાની સુગંધ, આ બધું 'ગઝલ' ને ગમતું. ઘણું અસામાન્ય હોવા છતાં બારીમાંના આ દ્રશ્યો ઘણા વર્ષોથી એની સફરનો અવર્ણનીય અને અવિસ્મરણીય ભાગ હતા. ’ગઝલ