ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 4

  • 6.2k
  • 3.1k

બધા ટીચર્સે બનાવેલ પ્લાન વિકાસ સરને સમજાવવાનું કામ વીરેન સરે લીધું હતું. વીરેન સર કોઈ પણ કાર્યમાં નેતૃત્વ સારી રીતે કરી શકતા હતા. વીરેન સરે પોતાની વાત વિકાસ સર સમક્ષ અસરકારક રીતે મુક્વા માટે એક માળખાગત આયોજન કર્યું. વીરેન સર અને સ્ટાફના તમામ ટીચર્સ આચાર્યની કેબીનમાં ગયા; વિકાસ સર : આવો આવો, આજ તો બધા એક સાથે, પગાર તો હમણાં જ વધાર્યો હતો. તન્વી મેડમ : અરે ના સર, પગાર વધારવા માટે નથી આવ્યા, અમારે તમને એક સમસ્યા જણાવવી છે અને ઉકેલ અમારી પાસે છે, પણ એના માટે તમારી મંજુરી જોઈએ છે. મને કશું જ ના સમજાયું,