અર્થી ઉઠી ને ખુદ કંકાવતીને પણ ખબર ના રહી કે તેના હૃદયમાંથી પોતાની હોવા છતાં હંમેશા પારકી માની છે તે દેવલ માટે ક્યાંથી આટલો વિલાપ વહે છે અને આવા વિચારોમાંજ તેને જાણે પોતેજ મીરાણી હોય તેમ મરશિયા રાગમાં વિલાપ છેડયો.. મેં તો મારી છે કળાયેલ ઢેલ,દીકરી દેવલ ! દેવલ રે, દીકરી ! ખમ્મા ખમ્મા તુંને મારે હાલરડે પડી હડતાળ,દીકરી દેવલ ! દેવલ રે,દીકરી ! ખમ્મા ખમ્મા તુંને ! અમે જાણ્યું દેવલને પરણાવશું, અને લાખેણા દઈશું દાન; ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વેમાન દીકરી દેવલ !