ભૂસાંતાં ચિત્રો

આપણા રીતરિવાજો અને ઋઢિઓ પણ ખૂબ સરસ હતી અને છે. આજે થોડીક સાંભળેલી જ વાતોને વગોળીયે... આપ આપના મગજને પાંચેક દાયકા પૂર્વે લઈને વાતને વાંચજો. અત્યારના સમયે માત્ર કપડાંની ખરીદી જેટલા બજેટમાં થાય છે કદાચ એનાથી પણ ઓછા પૈસે સમગ્ર લગ્નનું ખર્ચ આવી જતું. ખરેખર પાર વગરની મુસીબતો વચ્ચે વડિલો ઉછી-ઉધારે રૂપિયા લઈને આ પ્રસંગ દિપાવતાં. ત્યાં સુધી કે વરરાજો કહેવાનો, બાકી તો એ બીજાનાં કપડાં પહેરીને પરણતો હોય.(માત્ર એક જોડી કપડાં હોય તો હોય) એમાંય જેણે લગ્ન પ્રસંગે ઉછીના રૂપિયા આપ્યા હોય એ તો રોફથી વરરાજા બાપ પાસે બેઠો હોય ને એની બંડીમાંથી નકદ કાઢી દાનધર્માદામાં