હવેલીનું રહસ્ય - 12

(24)
  • 3.4k
  • 6
  • 1.9k

લિપ્તા ભયથી ધ્રુજી રહી હતી. એ વિચારતી હતી કે મહેલના દરવાજા પર જ આટલું જોખમ છે તો અંદર તો શું નહિ હોય? હિંમત કરીને એ અંદર ગઈ. એના અંદર પ્રવેશ કરતા જ આખા મહેલમાં ચિત્રવિચિત્ર અવાજ આવવાના ચાલુ થઈ ગયા છતાં પણ લિપ્તાએ હિંમત હાર્યા વગર ચાલવાનું ચાલુ રાખ્યું. એ જેમ જેમ અંદર જતી ગઈ એમ એમ અવાજ વધારેને વધારે ભયંકર થતા ગયા. ક્યારેક કોઈના જોરથી હસવાનો અવાજ તો ક્યારેક કોઈની ચીસોનો અવાજ અને એમાં પણ બહારથી આવતો મુશળધાર વરસાદ વરસવાનો અવાજ. આ વાતાવરણમાં ભલભલાના હાજા ગગડી જાય. લિપ્તા આવા વાતાવરણમાં ભગવાનનું નામ લઈને આગળ વધતી હતી. થોડે આગળ