બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 3 જે ઘડીએ બહાર ગોરંભાયેલા આકાશમાં વીજળીનો જબરદસ્ત કડાકો થયો એ જ ઘડીએ પાર્વતીના દિમાગ પર જાણે વીજળી ત્રાટકી. “હાં, જુલ્ફી !” તરાનાએ કહ્યું, “તેરા આશિક, તેરા દીવાના ઔર તેરા શૌહર જુલ્ફી ! વો દૂબઈ મેં શાદી કર રહા હૈ...” પાર્વતીનું દિમાગ સુન્ન થઈ ગયું. સાલો, હલકટ જુલ્ફી ! હું પેલી સરકારી હોસ્પિટલમાં બચ્ચીને જનમ આપી રહી હતી ત્યારે પણ ના દેખાયો, સાત દિવસપછી મને અને મારી ઈયળ જેવી માંદલી બચ્ચીને કીધા વિના દૂબઈજતો રહ્યો. આટઆટલાં વરસ સુધી સાલા હરામખોરે એક ફોન પણ ના કર્યો... અને હવે ખબર પડે છે કે સુવ્વર શાદી કરી