તમાકુ એક કુટેવ

  • 7k
  • 1
  • 4.4k

તમાકુ એક કુટેવ 31 મે –તમાકુ નિષેધ દિન તમાકુનાં ઉત્પાદન અને વપરાશ બંનેમાં ભારત મોખરે છે. ભારતમાં દર વર્ષે દસ લાખ લોકો તમાકુનાં કારણે મ્રુત્યુ પામે છે. ભારતની આશરે 30% જેટલી વસ્તી જે 15 વષૅથી વધુ ઉંમર ધરાવે છે તે તમાકુનાં વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરે છે. તમાકુમાં આવેલું નિકોટીન નામનું દ્રવ્ય વ્યસની પદાર્થ છે. આજના સમયમાં એવા ધણા બધા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે જે તમાકુથી બનેલાં છે. 4000 થી પણ વધારે પ્રકારનાં જુદા-જુદા રસાયણો તમાકુ અને તમાકુનાં ધુમાડાથી શોધવામાં આવ્યા છે. ગુટખા ભારતમાં ચાવીને ઉપયોગ કરવામાં તમાકુનાં બધાજ પ્રકારોમાં સૌથી વધુ લોકપ્રિય છે.