ક્વીન મેકર...

  • 4.2k
  • 1.6k

જિંદગીની ગર્દિશોથી હાંફી જઈને રિલેક્સ થવાના ઈરાદા સાથે કૉલેજની સામેનાં નિયોમી સર્કલ પાસે પોતાના બાઈક પર બેસીને સિગરેટનો કશ ખેંચીને હવામાં દેખાતી ધૂંધળી ધૂમ્રશેરને નિરખી તમારા ધૂંધળા ભવિષ્ય વિશે તમે વિચારવંત હતા અનિમેષ. કૉલેજમાં એડમીશન લીધે તમને પાંચ વર્ષ થયાં હોવા છતાં લાસ્ટ યરમાં તમે બે વાર ફેઈલ થયા હતા .યુ.જી.એસ. (યુનિવર્સિટી જનરલ સેક્રેટરી) બનવાની લ્હાયમાં 'બાવાના બેઉ બગડે ' એવી તમારી હાલત થઈ હતી. ત્રણ વર્ષ સુધી ચૂંટણી જીતવામાં સખત મહેનત કરવા છતાં થોડા થોડા વોટ્સને કારણે તમને કોલેજ ઈલેક્શન જીતવામાં નાકામયાબી જ હાથ લાગી. ત્યાં તો બ્લેક બુલેટ પર ચુસ્ત વ્હાઈટ પારદર્શક શોર્ટ અને બ્લ્યુ જિન્સ સજ્જ એક