સપનાઓમાં અવરોધ

  • 3.1k
  • 1.3k

માણસ ડુંગર તો ચડી જાય છે, પણ ટોચ સુધી પહોંચી નથી શકતો.કારણ કે તે સપના નથી જોઈતો...અમુક નેગેટિવ માણસો સપના જોનારને પણ પાછા વાળતા હોય છે.એક નજર સામે જોયેલો કિસ્સો યાદ આવે છે,વાત છે 12th સાયન્સમાં ઉત્તમ પરિણામ મેળવીને ગુજરાતની ખ્યાતનામ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવતા અને કંઇક કરી બતાવવાનું ઝનૂન ધરાવતા નવયુવાનની...તેનું એડમિશન ફાઇનલ થઇ ગયા પછી એક આધેડ વયનો તેનો સંબંધી મુલાકાતે આવે છે અને નવયુવાનને કરિયર વિશે સવાલો પૂછે છે. નવયુવાન પણ ગર્વથી જવાબ આપે છે કે 'મેં એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજની ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં એડમીશન લીધું.' આધેડ તેને કમ્પ્યૂટર સાયન્સમાં એડમિશન લેવું જોઈતું હતું તેવું સૂચવે છે. નવયુવાન પણ