બીજા દિવસે આર્ય સમાજમાં લગ્ન વિધિ સંપન્ન થઈ જતાં રવિ અને પૂજા કાયમ માટે એકસૂત્રે બંધાઈ ગયાં. બે દિવસ ત્યાં જ રહીને વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા ગયાં. ચાર પાંચ દિવસ ફરીને પાછાં મામાના ઘરે આવીને લખનૌ જવા માટે નીકળ્યા... આ વાર્તા અહીં સમાપ્ત નથી થતી..... અહીંથી શરૂઆત થાય છે.... એ આગળ તમે વાંચશો... એટલે તમને જણાશે.... ટ્રેનમાં લાંબી મુસાફરી કરવાની હોવાથી થોડો નાસ્તો અને ઘરે બનાવેલી પૂરી અને અથાણું બધું મામીએ ભરી આપ્યું હતું.. એક અઠવાડિયાથી ખૂબ દોડધામમાં પૂજા થાકી ગઈ હતી.. એને નક્કી કરી રાખ્યું હતું...