ધીંગાણું

  • 2.3k
  • 1
  • 917

ધીંગાણું “એલા... રાજીયા... આ તારા ફટફટિયામાં ઝાલવા હાટુ કોઈ ઈસ્ટેન્ડ જ નથી. ધીમું ચલાવજે, હાચવીને હો ભઈલા...નહી તો તારો બાપો આ શે’ર ની ધરતી માથે લાંબો થઇ જાહે.અને જો લાંબો થઇ જ્યો તો તો બહુ અઘરું થાહે હો રાજ બટા” “અરે દાદા તમને નહી પડવા દઉં,તમે નિરાંતે બેસો ને મારા શે’ર ને જોવો. જોવો ને કેટલું સુંદર શે’ર છે.” રાજ આજે એના દાદાને એનું શહેર હૈદરાબાદ બતાવવા માટે એની બાઈક પર લઈને નીકળ્યો છે. રાજ ને એનો પરિવાર વર્ષોથી હૈદરાબાદ રહે છે.રાજના પપ્પા વર્ષો પેહલા ધંધાર્થે અમરેલી પાસેના એક નાનકડા ગામથી હૈદરાબાદ આવેલા ને પછી અહી જ સ્થાયી થઇ ગયા.રાજનો