કોરોનાર્થશાસ્ત્ર

  • 3.6k
  • 1.5k

“કોરોનાર્થશાસ્ત્ર” (કોરોના + અર્થશાસ્ત્ર) શબ્દ રચવાનો મારો આશય કોરોના વાયરસની અર્થતંત્ર પર પડતી અસરો સમજવાના પરિપેક્ષ્યમાં છે. જ્યારે કોઇપણ રોગચાળો ફેલાય છે, ત્યારે તેના ફેલાવાની તીવ્રતા અને ભૌગોલિક વિસ્તારને આધારે તેને આઉટબ્રેક (Outbreak), એપિડેમિક (Epidemic) કે પેન્ડેમિક (Pandemic) તરીકે ઓળખવામાં આવે છે. રોગચાળો કોઇ ચોક્કસ વિસ્તારમાં ફાટી નીકળે તો તેને આઉટબ્રેક કહેવામાં આવે છે. જ્યારે રોગચાળો ચોક્કસ વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ફેલાય ત્યારે તેને એપિડેમિક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે રોગચાળો દેશવ્યાપી બને અને પછી સરહદો કુદાવી વિશ્વવ્યાપી બને, ત્યારે તેને પેન્ડેમિક એટલે કે વિશ્વવ્યાપી રોગચાળો કહેવામાં આવે છે. જ્યારે આવો કોઇ રોગચાળો ફેલાય ત્યારે તેના ફેલાવા અને