સરળ સંહિતા મોતીની.... - ૩

  • 3.3k
  • 1
  • 1.6k

૫.સમ્રાટની ઈચ્છા આપણી રાજાઓની પરંપરા ખૂબ જ પ્રાચીન છે.આપણને ઘણી વખત એવું લાગે છે કે એ સમ્રાટ કેટલા સુખી હતા.બેશક એ લોકો સુખી હતા પણ આજના લોકશાહીના સમ્રાટો જેમ ગાદીને પોતાનો વૈભવ અને વિલાસ સંતોષવાનું માધ્યમ ગણી બેઠા છે જ્યારે આપણી રાજપરંપરામાં ખરેખર તો એ ત્યાગનું આસન છે.એનો ઉત્તમ નમૂનો આપણને રામયણમાંથી મળે છે. આ ઉપરાંત આપણને એક હજુ એવું જ ઉત્તમ ઉદાહરણ મૌર્ય કાળમાંથી પણ પ્રાપ્ત થાય છે.સમય તો છે મગધ પર મૌર્ય વંશની સ્થાપનાનો.ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્તને મગધના સમ્રાટ તરીકે ગાદી સોંપવાની હોય છે પરંતુ તેના અનેક આંતરિક દુશ્મનો અને નંદ કુળના સમર્થકો તેના માર્ગમાં આડે આવે