પ્રિંસેસ નિયાબી - ભાગ 20

(24)
  • 3.9k
  • 3
  • 1.8k

મીનાક્ષી રત્ન મેળવી નિયાબી ખુશ થઈ ગઈ. તો દેવીસિંહએ હાશ અનુભવી. એણે પોતાની જવાબદારી પુરી કરી એનો સંતોષ એના ચહેરા પર દેખાતો હતો. બધા એક બીજાને જીતની વધાઈ આપી રહ્યા હતા. દેવીસિંહે માતંગીની ફરી ગળે લગાવી દીધી. ઝાબી, અગીલા અને ઓનીર ખુશ થતા કેરાકને ભેટી પડ્યા. નુએન અને રીનીતા પણ એકબીજાને ભેટી પડ્યા. ત્યાં દાદી ઓના ધીરે ધીરે ચાલતા આવ્યા. નિયાબી એમને જોઈ તરત જ એમની તરફ દોડી અને એમને સહારો આપ્યો.નિયાબી જાણતી હતી કે દાદી ઓના કેમ અહીં આવ્યા હતા. એ એમને લુકાસા પાસે લઈ ગઈ. દાદી ઓના લુકાસાના નિર્જીવ શરીર પાસે બેસી ગયા અને એનું માથું પોતાના ખોળામાં લઈ