" પ્રિયાંશી " ભાગ-10 મિલાપ: ફોરેઇન જતા પહેલા હું તારા મમ્મી-પપ્પાને મળી લઉં અને આપણા લગ્નની વાત કરી લઉં. પ્રિયાંશી: મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલા તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી.હવે તેણે પોતાના મમ્મી-પપ્પાને સમજાવવા શું કરવું તે વિચારતો હતો. કારણકે પપ્પા થોડા સ્ટ્રીક્ટ પણ છે અને ગુસ્સા વાળા પણ તેથી તેણે મમ્મીને આ વાત કરવાનું નક્કી કર્યું.) મિલાપના પપ્પાનું નામ મિહિરભાઇ હતું. મિહિરભાઇ બિઝનેસમેન હતા. સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. આ વાત સાંભળીને તેમને જરા પણ રૂચી નહિ. તેમણે ચોખ્ખી "ના" પાડી દીધી કે લગ્ન આપણી બરાબરી થાય,