પ્રતિશોધ પ્રથમ અંક - 1

(259)
  • 14.1k
  • 30
  • 8.3k

પ્રતિશોધ પ્રથમ અંક પ્રસ્તાવના નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ રિટર્ન, આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને હાજર છું. વર્ષોથી વિશ્વભરનાં લોકો માટે કાળી વિદ્યા, તંત્ર મંત્ર, ભૂત-પ્રેત એમનો રસનો વિષય રહ્યો છે. ભલે તમે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ના ધરાવતાં હોવ પણ આ વિષયમાં જાણવાની રુચિ તમારાં મનમાં હંમેશા રહેલી જ હોય છે. તમારાં કાને જ્યારે આવી કોઈ વાત પડે કે તુરંત જ તમારાં કાન એ સાંભળવા સરવા થઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં હોરર જોનર એ વર્ષોથી વાચકોની પસંદગીનું