મર્યાદા

(15)
  • 2.4k
  • 842

*મર્યાદા* વિદુર અને નીતિ પુત્ર કરણની સ્કુલમાં વાલીઓની મિટિંગ હતી. કરણના મિત્રોના મમ્મી,પપ્પા આવ્યા હતા. કરણની મમ્મી જ આવી હતી. પપ્પા નહોતા તેનો અફસોસ હતો. ૧૨ વર્ષીય પુત્ર કરણના મગજમાં ઘણા સવાલો હતાં જેના જવાબો તે શોધતો હતો. આટલી નાની ઉંમરમાં આટલા અઘરા સવાલો તેના મનમાં ઘર કરી ગયા હતા. પિતા વિષે તેની જાણવાની ઉત્સુકતા જાગી હતી. બે ત્રણ વાર એને મમ્મીને પૂછવાની કોશિશ કરી હતી પણ નીતિ કોઈક ને કોઈ બહાને ટાળતી હતી. આજે કોઈ પણ હિસાબે મમ્મીને પૂછીશ એવો નિર્ધાર એણે કર્યો. "મમ્મી, પપ્પા વિશે મને પૂછવું છે.આજે ટાળતી નહી." રાતે પરવારી બેડરૂમમાં બંને મા દીકરા બેડ પર