હવેલીનું રહસ્ય - 11

(35)
  • 3.1k
  • 6
  • 1.2k

આજે હાર્દિબેનને હોસ્પિટલમાંથી રજા આપી હતી. હાર્દિબેનને હજી ભાન નહોતું આવ્યું પરંતુ ડૉક્ટરના મત પ્રમાણે હાર્દિબેન ઘરના વાતાવરણમાં જલ્દી સાજા થઈ શકે એમ હતા. ઘરના વાતાવરણમાં હાર્દિબેન વધારે અનુકૂળ રહેતા એમના ઘરે જ ભાનમાં આવવાની શક્યતા વધારે હતી. આ પંદર દિવસમાં લિપ્તા એક સેકન્ડ માટે પણ હાર્દિબેનથી દૂર નહોતી ગઈ. એમની બધી જ જવાબદારી લિપ્તાએ જાતે જ ઉપાડી લીધી હતી. લિપ્તા હવે પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ હતી. એ આખો દિવસ હાર્દિબેન સામે જોયા કરતી અને પછી હેતાંશભાઈના ફૂલ ચઢાવેલા ફોટો સામે. એના પર હવે સુખ કે દુઃખની કોઈ જ અસર નહોતી થતી. એના મોઢા પર ના તો ખુશીની