સમય ખુબ ખરાબ ચાલે છે. - 3

  • 3.8k
  • 1
  • 1.6k

સમય ખુબ ખરાબ ચાલે છે. (3) આશુતોષે એક બંચ પોતાના નજીક ખેચ્યો અને ધ્યાનથી ફોટોગ્રાફ્સ જોવા લાગ્યો, બધાજ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતાં. લગભગ બધાજ ઉપર સુક્ષ્મ જીવાણુઓ હુમલો કરી ચુક્યા હતાં, જોકે અમુક સારી કંડીશનમાં હતાં, તો અમુકમાં આંખ, નાક કે ચહેરો ઝાંખો પડી ગયેલ હતાં. થોડા ફોટાને એંસી ટકા જીવાત કે ઉધઈ ખાઈ ગઈ હતી. “ઓહ, યસ યસ!” તેનાથી મોટેથી બોલાઈ ગયું, તે ચોકી ઉઠ્યો હતો, આતો રવજીકાકા લાગે છે, અને એની બાજુમાં હુશેનચાચા, ડોકટર ડેવીલ... આને આ માલતી, એવી જ રૂપાળી દેખાય છે. નાં ના માલતી તો નાની ઉમરની, મતલબ આ વ્યક્તિ, સ્ત્રીની ઉમર મોટી જણાય છે. કદાચ