રાઈટ એંગલ - 23

(22)
  • 2k
  • 1
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ-૨૩ ‘એવરી થીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર!‘ ઉદય વિચારતો હતો, કારણ કે સામે દુશ્મન પણ એમ જ કરી રહ્યોં છે. શા માટે પોતે નમતું જોખવું? એણે નિતિનભાઇને કહ્યું, ‘તમે તે દિવસે મને પૂછયું હતું ને કે હું તમને છૂટો દોર આપું કે નહી? તો મારો જવાબ હા છે...બસ બાય હૂક એન્ડ ક્રૂક આ કેસ જીતવો રહ્યો.‘ બરાબર અગિયારના ટકોરે બેલિફે આજના કેસ નંબરના પોકાર કરી દીધા. પોતાનો ક્રમ આવ્યો એટલે જજ પાસે જઇને રાહુલે જાણ કરી કે આરોપીઓ એમના વકીલ સાથે હાજર છે એટલે પ્લી રેકોર્ડ કરી લઇએ. જજે એ માટે સહમતિ દેખાડી એટલે પછી પ્લી