ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 3

  • 5.5k
  • 2.7k

એસ.વી.પી. એકેડમીમાં ઓમ અને દીપના તોફાનોથી સમગ્ર સ્ટાફ હેરાન હતો. અન્ય વિદ્યાર્થીઓ પણ ઓમ અને દીપ સાથે તોફાન ગેંગમાં જોડાઈ રહ્યા હતા. આમ શાળાના શરૂઆતના છ દિવસો ખુબ ધમાલ – મસ્તીથી ભરપુર રહ્યા હતા. હવે કંઇક એવું થવાનું હતું જે વિદ્યાર્થીઓ માટે તો ખાસ હતું જ, સાથે સાથે શિક્ષકો માટે પણ આશીર્વાદરૂપ બનવાનું હતું. શાળાનું એક અઠવાડિયું આ જ રીતે વિદ્યાર્થીઓની ધમાલ મસ્તીમાં પૂર્ણ થયું હતું. બીજા અઠવાડિયાના સોમવારે પ્રાર્થનાખંડમાં એક નવું વ્યક્તિ પણ વિદ્યાર્થીઓની નજરે ચડતું હતું. પ્રાર્થના પૂર્ણ થયા પછી આચાર્ય વિકાસ સરે નવા વ્યક્તિનો પરિચય કરાવતા કહ્યું, ‘હેલો એવરીવન, આ વીરેન સર છે, આજથી આ સર પણ