મૂંઝવણ - 2

  • 2.7k
  • 2
  • 809

ઝર્મેટ અને સેન્ટ મોરિટ્ઝના બે મુખ્ય રિસોર્ટ્સને જોડતી ગ્લેશિયર એક્સપ્રેસ ભલે 'એક્સપ્રેસ' હોય, છતાં પણ એ વિશ્વની સૌથી ધીમી એક્સપ્રેસ ટ્રેન છે. ધીમી હોવા પાછળ પણ એક કારણ છે. ત્યાંની સુંદરતા. ઊંચા બરફચ્છાદિત આલ્પ્સ પર્વતોની હારમાળા અને તમારી સાથે સાથે ચાલતું વાદળી રંગનું સ્વચ્છ આકાશ. ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા વૃક્ષો અને બધામાં એક જ સામ્યતા - બરફનો શણગાર. અને આ સુંદરતા નિહાળવા એક ખાસ સગવડ હતી આ ટ્રેનમાં. પારદર્શક છાપરું. હા, સ્વિત્ઝરલેન્ડનો કુદરતી ખજાનો ત્યાંની 'સ્વિસ ચોકલેટ' કરતા પણ વધારે અભૂતપૂર્વ છે અને એની પુષ્ટિ કરવા માટે સ્વ-અનુભવ જ ઉત્તમ છે. ઉત્તમ શૈલીમાં સામ-સામે બેસી શકાય એવી બેસવાની વ્યવસ્થા, ઉડીને