ધૂલીનો અત્યંત ઉપયોગી વિચાર સાંભળીને પ્રસન્ન થયેલી હોનતા ડાકણ કાળુની અંતિમ વિધિમાં ફરીથી અડચણ ઉભું કરવા માટે પોતાની શિષ્યા સાથે તૈયારી કરવા લાગી હતી. જાણે આવનારા સમયમાં ભયંકર પોતાના નામનો ડાકણ પ્રકોપ ફેલાવાની હોય તેવું લાગી રહ્યું હતું.એટલામાં દાની એ કહ્યુંઃ ગુરુમાં.. આપણે ધરતી માતાને પ્રસન્ન કરવા માટે કોઈ ભોગ અવશ્ય આપવો પડશે."" હા..કેમ નહીં ? એમને પ્રસન્ન કરવા માટે તમામ પ્રકારના પ્રયત્ન આપણે કરીશું ?"વાત તો ગુરુમાં તમારી સો ટકા હાચી છે. પણ ધરતી માતાની માનતા લઈને તુરંત પ્રહાર કરવા માટે તૈયારી કરવી અત્યંત આવશ્યક છે નહિંતર મળેલો અવસર હાથોમાંથી હાથ તાળી આપીને જતો રહશે. " એમ દાની એ