પ્રિંસેસ નિયાબી - ભાગ 19

(21)
  • 3.1k
  • 4
  • 1.5k

જેવું પેલું સાધન તૂટ્યું બધા જ ધાતુના સૈનિકો જ્યાં હતા અને જે સ્થિતિમાં હતા એજ સ્થિતિમાં રોકાઈ ગયા. બધા લડતાં લડતાં રોકાઈ ગયા. આ એક મોટી જીત હતી. બધાં ખુશ થઈ ગયા.મોઝિનો આ જોઈ ડરી ગયો. હવે એની પાસે કોઈ સેના રહી નહોતી. ધાતુના સૈનિકો રોકાઈ ગયા હતા અને કેમ રોકાઈ ગયા હતા એ એને સમજતા વાર ના લાગી. ઓનીર અને ઝાબીએ એની લાકડાની સેના લગભગ નષ્ટજ કરી નાંખી હતી. લુકાસા બંધી બનાવી લેવામાં આવી હતી. હવે એ એકલો જ બચ્યો હતો. ને સામે લડવાવાળા વધારે હતાં. એણે ચાલાકી વાપરી પોતાની શક્તિનો ઉપયોગ કરી લુકાસાને મુક્ત કરી દીધી. લુકાસાએ પોતાની શક્તિનો