આત્મમંથન - 7 - સ્માર્ટ ગામડા

  • 4.2k
  • 5
  • 1.5k

આત્મમંથન સ્માર્ટ ગામડા વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ જે પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યું છે. તે સંજોગો માં મનુષ્ય એ ચેતી જવાના દિવસો આવી ગયા છે. સમગ્ર વિશ્વ જે મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે અખબારોમાં અને ટીવી પર સમાચારોમાં જ્યારે જોઇએ છીએ ત્યારે કાળજુ કાંપી ઊઠે છે. આવનારા દિવસો કેટલા બધાં કઠિન હશે, તેનો વિચાર આવતા શરીર પર ના રૂવાડાં ઊભા થઇ જાય છે. આજ ની તારીખ ૧૬-૫-૨૦૨૦ ના રોજ સમગ્ર વિશ્વમાં કુલ ૪૪,૪૪,૬૭૦ કેસો કોરોના રોગ ના નોધાયા છે, તેમાંથી કુલ ૩,૦૨,૪૯૩ મૌત નીપજ્યા છે, અને ૧૫,૮૮,૮૫૮ દર્દીઓ સાજા થયાં છે. આ રોગ ને લીધે વિશ્વમાં હાહાકાર મચી ગયો