સમય ખુબ ખરાબ ચાલે છે. - 2

(13)
  • 3.8k
  • 1.5k

સમય ખુબ ખરાબ ચાલે છે. (2) આશુતોષનો દોસ્ત સહદેવ આર્કીઓલોજીસ્ટ હતો, તેણે એકવાર ચર્ચામાં માહિતી આપેલ કે ધરમપુરની બાજુમાં એક મસ્ત નદી હતી પણ હાલમાં તેમાં પાણી નથી. જોકે પુરાતત્વની દ્રષ્ટીએ મહત્વની જગ્યા છે. ઘણીવાર દુર્લભ ચીજવસ્તુઓ ત્યાંથી મળી આવેલ છે. તેને ઘડાનો વિચાર આવ્યો. આ દેશના રહેવાશીઓ વિવિધ અને પાછી વિચિત્ર માન્યતાઓની પકડમાં છે. ઘડામાં એવું તો વળી શું છે હશે! ખજાનો, ખેર! જે હોય તે, આપણે ત્યાં કામ કરવાનું છે. તેના વિચારોમાં કમાડ ખુલવાના ધડામ અવાજથી ભંગાણ પડ્યું. માલતીએ અંદર પ્રવેશ લીધો, વાહ શું સૌંદર્ય આપ્યું છે ભગવાને! તે મનોમન બોલી ઉઠ્યો. પરંતુ તેણીએ સૌંદર્યપાન અટકાવી દીધું, “