પ્રકરણ 4રાધિકા હજુ અંકિતાનો ખભો પસવાર્તી હતી. કોમલ અંકિતનો રડતો ચહેરો એકધારો જોતી હતી તેને ઘણું પૂછવું હતું તે બધાં પ્રશ્નો મનોમન ગોઠવતી હતી. રીંકી અને નેન્સી એકબીજાની સામે જોઈ રહ્યા હતા કે કોણ હશે આ છોકરી જે રાધિકા પાસે આ રીતે રડી રહી છે. તે બંને એ હાથ થી જ એક બીજાને ઇશારાથી પૂછ્યું કે તું ઓળખે છે આને...? તે બંને ના વિચાર સરખા હાથ તેવું તેના ઈશારાઓ પરથી વર્તાઈ આવ્યું. થોડી ક્ષણો એમનેમ પસાર થઈ ગયાં પછી રાધિકા એ પાણી લેવા માટેનો ઈશારો કર્યો કે કોમલ તરત નજીકના સ્ટોલ માંથી પાણી લઈ આવી બોટલ નું ઢાંકણું ખોલી તેને રાધિકાના