હવેલીનું રહસ્ય - 10

(23)
  • 2.7k
  • 8
  • 1k

આજે એક પછી એક એમ કરતાં લિપ્તા અને એની દાદીની મુલાકાતને પંદર દિવસ થઈ ગયા હતા. એ સાંજ પછી લિપ્તાના દાદી એને મળવા એક વાર પણ નહોતા આવ્યા. લિપ્તા એમની રાહ જોતી વ્યાકુળ થઈ રહી હતી. એના મનમાં એના દાદીના છેલ્લે કિધેલા શબ્દો જ ગુંજતા હતા: "લક્ષવ અને પર્વ સાથે કંઈ ન થવાનું થઈ રહ્યું છે." આ શબ્દો કેમેય કરીને એનો પીછો નહોતા છોડતા. એના ચંચળ મનમાં ઘણી બધી આશંકાઓ ઉતપન્ન થતી હતી. એ પોતે હવેલીમાં જઈને એના દાદીની મદદ કરવા ઈચ્છતી હતી પણ લાચાર હતી. આત્મા હવેલીમાં લક્ષવ અને પર્વને બચાવવા સતત પંદર