પ્રિયાંશી " ભાગ-9 તેથી તેણે પોતાના ગામમાં જ એક ડૉક્ટરના દવાખાનમાં થોડા સમય માટે સેવા આપવાનું નક્કી કર્યું. જે તેમના ફેમીલી ડૉક્ટર પણ હતા. ડૉ.અમીત શાહની પ્રેક્ટિસ સારી એવી ચાલતી હતી. પ્રિયાંશી તેમને મળવા માટે ગઇ. આટલી હોંશિયાર ડૉક્ટર છોકરી આસિસ્ટન્ટ તરીકે મળતી હોય તો કયા ડૉક્ટર ના પાડે ? ડૉ.અમીત શાહે પ્રિયાંશીને તરત જ "હા" પાડી દીધી અને સાથે જેટલા ટાઇમ તે આવે તેટલા ટાઇમનો ચાર્જ પણ લઇ લેવા માટે પ્રિયાંશીને તેમણે ફોર્સ કર્યો.કારણ કે તેમને પ્રિયાંશીના ઘરની પરિસ્થિતિની જાણ હતી. પ્રિયાંશી રેગ્યુલર ક્લિનિક ઉપર જવા લાગી. થોડા સમય બાદ તેનું તેમજ મિલાપનું રિઝલ્ટ પણ આવી ગયું. મિલાપને ફર્સ્ટક્લાસ