શરમ કોની?

  • 3.1k
  • 1.1k

એ નીરાવ(પશુને ખાવાનો ચારો) નો ભારો માથા ઉપર લઈને ગામની શેરીમાં થઈને પોતાને ઘેર જઈ રહ્યો હતો. એની બાજુમાંથી પસાર થતા દરેક પુરુષે એને હિન નજરે જોયો. શું કારણ હતું? કે બધા એને આમ શરમ લાગે એવી દૃષ્ટિ થી જોઈ રહ્યા હતા. એણે પોતાના માથા ઉપર ઘાસ નો પૂળો લીધો હતો એટલે બધા આમ એની હસી ઉડાડતા હતા? માથા ઉપર ભારો લેવો કે બેડું લેવું એ તો સ્ત્રીઓનું કામ છે એવું સમજનારાઓએ અહી એક છોકરાને માથે ભાર ઉપાડતો જોયો એટલે બધા એને તાકી તાકીને જોતા હતા? સમાજમાં સ્ત્રી પુરુષ ના કાર્યોને વહેંચીને કેટલાયે માણસો નામચીન થઇ ગયા છે અને તેની